મોજીસ્તાન - 27

(14)
  • 3.6k
  • 1.6k

મોજીસ્તાન (27) મીઠાલાલ ટેમુ અને નીનાને દુકાનના થડા પર એકબીજાને વળગીને પડેલા જોઈને લાલ પીળા થઈ ગયા. નીના ઝડપથી ઉઠીને એના ચંપલ પહેરીને દુકાનમાંથી ટેમુના ઘરમાં ભાગી. ટેમુ બાધાની જેમ મીઠાલાલને તાકી રહ્યો."અક્કલના ઓથમીર..મારું દેવાળું કાઢવા ઊભો થ્યો છો..? બજાર વસાળે ઉઘાડી દુકાનમાં આમ બધા ભાળે ઈમ આ કરવાનું હતું? તારું ડોહુ આ દુકાન આપણી રોજીરોટી છે. આ તો ઠીક છે કે હું ભાળી ગ્યો...કોક ગરાગ ભાળી ગ્યો હોત તો ગામ આખામાં ફજેતો થાત. મારી આબરૂના કાંકરા થાત. ઈ છોડી ઓલ્યા નગીનદાસની હતીને..? બવ ઉભરા આવતા હોય તો બીજે ક્યાંક લઈ જાને..આંય આવા ભવાડા શીદને કરછ." કહી મીઠાલાલ કાઉન્ટર પર બેસીને