મોજીસ્તાન - 26

(15)
  • 3.6k
  • 1.7k

મોજીસ્તાન (26)"તો વાત જાણે એમ છે કે આ ગામની જમીન હવે લોહિયાળ થઈ ગઈ છે.એકવાર લોહી ચાખી ગયેલી જમીન હવે વારંવાર લોહી પીવા માંગશે તો શું થશે એ પ્રશ્ન મને કાલનો સતાવી રહ્યો છે..."તભાભાભાએ ફેંસલો આગળ ચલાવતા કહ્યું."પણ ધોળીડોશીનું માથું તો આજ ફૂટ્યું...શું ગોળા ગબડાવ્યે જાવ છો." તખુભાએ ફરી ગોરનો ઝભ્ભો ખેંચ્યો. એ જોઈ ટોળામાં થોડી હસાહસ થઈ. તભાગોર ગર્જયા, "તખુભા, તમે શાંતિ રાખો. મારી વિદ્યાના પ્રતાપે મને ભવિષ્ય પણ દેખાતું હોય છે. હવે અમંગળ ઘટનાઓ બનવાની છે. એનું નિવારણ કરવું જરૂરી છે. 108 કુંડીનો મહાયજ્ઞ કરવો પડશે. જેને પોતાના પાપમાંથી મુક્તિ મેળવવી હોય એ યજમાન બનીને આ લાભ લઈ શકે