મોજીસ્તાન (25) પંચાયત ઓફિસમાં હકડેઠઠ માણસોની મેદની ઉમટી છે.ધોળા દિવસે એક બ્લાઉઝ સિવનારાએ ગામની દીકરીનું બ્લાઉઝ ખેંચીને ધોળી ડોશીને અને એના જમાઈ ધરમશીને ધૂળ ચાટતા કરી મુક્યાં હોવાની અફવા ઉડીને ઘરેઘરમાં પહોંચી હતી..! હુકમચંદ સરપંચની ખુરશીમાં ગોઠવાઈને આરોપી નગીનદાસ સામે જોઈ રહ્યા હતા. એમના સફેદ ધોતિયાં પર એંઠવાડ નાંખીને આ નગીનદાસની ઘરવાળી નયનાએ જે વિતાડી હતી એનો બદલો લેવાનો સમય આજ આવી ગયેલો જાણી એ મૂછમાં હસી રહ્યાં હતાં. તખુભાને તો આ બાબતની ભયંકર ચીડ હતી એટલે એ પણ નગીનદાસની ખાઈ જતી નજરે તાકી રહ્યા હતા..તભાભાભા તખુભા સામે જોઇને મો બગાડી રહ્યા હતા. ધોળી ડોશીના કપાળે પાટો બાંધ્યો હતો.અને એ