મોજીસ્તાન (22) "બોલો હુકમચંદજી...તમારે શું કહેવાનું છે? પાણીની લાઇન અને ટાંકી બનાવવાનો કોન્ટ્રાકટ તમે તમારા લાગતા- વળગતા લોકોને એમ જ આપી દીધો છે. ધારાધોરણ વગરનું કામ કરી રહ્યા છો.હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને ઊંચી કિંમતના બિલ સરકારમાં મૂકી રહ્યા છો...એવી અમને ફરિયાદ મળી છે." મામલતદારે કહ્યું. "જુઓ સાહેબ, વિરોધીઓ તો મન ફાવે એવા આક્ષેપ કરે. મારી છાપ એકદમ ચોખ્ખી છે એટલે જ તો હું ભૂતપૂર્વ સરપંચને જંગી બહુમતીથી હરાવી શક્યો છું. આ ગામના લોકોમાં જ નહીં ફરતા... પચાસ ગામમાં મારું નામ ગાજે છે.આવતી ડેલિગેટની ચૂંટણીમાં પણ હું ઊભો રહેવાનો છું અને જીતી જ જવાનો છું. મારી વધતી જતી લોકપ્રિયતાને કારણે મારા વિરોધીઓને