પેન્જીઆ

  • 5.9k
  • 1.6k

આજે વાત કરવી છે, જેના ખોળામાં આળોટીને આપણે આપણું અસ્તિત્વ ટકાવી શક્યા છીએ એ ધરતી માતાની! એ ધરતી જે આજે અલગ અલગ દેશો અને ખંડોમાં વહેંચાયેલી છે, જે આ વહેચણીમાં વખતોવખત થયેલા એકથી એક ચડિયાતા યુદ્ધો અને માનવજાતના મહાસંહારની સાક્ષી રહી ચૂકી છે. એક કોષિય જીવથી શરૂ કરીને આદિથી આધુનિક માનવ સુધીની આખી વિકાસપ્રક્રિયાની સાક્ષી રહી ચૂકી છે! કેટલાય પરિવર્તનોમાંથી પસાર થયા પછી, કેટલાંય ટુકડાઓમાં તૂટ્યા પછી આજે વિશ્વની ધરતીનું આજનું આ સ્વરૂપ બન્યું છે! આજે સાત ખંડોમાં વહેચાયેલું આપણું આ વિશ્વ એક સમયે ધરતીના એક જ પોપડામાં બંધાયેલું હતું. એક સમયે