ભવિષ્ય...... નિયતિએ નિશ્ચિત કરેલું રૂપાળું શમણું અને શમણાંઓ ના સાગર માં નિશદિન રોજ એક નવી સફર આદરતું માનવીનું મન.... દરેક વ્યક્તિની પોતાની એક હોડી, જે પોતાને ગમતા રંગોથી શણગારેલી હોય છે. આલય અને મૌસમ એકબીજાના નામથી અપરિચીત પણ જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય તેવી આત્મીયતા માં એકબીજાને સ્મરણોમાં પરોવી દે છે અને લેખા? ચાલોજોઈએ લેખા ના મનમાં શું ચાલી રહ્યું છે? લેખા મૌસમની વાતને મનમાં મમળાવી બાલ્કની માં બેસી, આંખો બંધ કરી, સોનેરી ભવિષ્ય ને વિચારે છે ....તેના ધોયેલા ટપકતા લાંબા કાળા વાળની લટમાંથી ટપકતા જળ બિંદુઓ જાણે તેની મનની નિર્મળતાને તાદ્રશ્ય કરે