લીલો ઉજાસ - પ્રકરણ – ૧૪ - અને મનીષા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી! – દિવ્યેશ ત્રિવેદી

(16)
  • 3.5k
  • 1.4k

સોનલ દેખાતી બંધ થઈ ત્યાં સુધી મનીષા બહાર જ ઊભી રહી. સોનલ એની સાથે સ્કૂલમાં ભણતી હતી અને કૉલેજમાં પણ બંને સાથે હતાં. છતાં આ વખતે બંને ખૂબ નજીક આવ્યાં હોય એવું લાગતું હતું. મનીષાને આજે એકદમ સૂનું સૂનું લાગતું હતું. એ અંદર આવીને બેઠી. એને કંઈ ચેન પડતું નહોતું. વિનોદિનીબહેન રસોડું અવેરવાં ગયાં હતાં. મનીષા પણ ઊભી થઈને રસોડામાં ગઈ. એને જોતાં જ વિનોદિનીબહેન બોલી ઊઠયાં. “તું તારે શાંતિથી બેસ. બહુ કામ નથી. હું ફટાફટ અવેરીને આવું છું.” તો પણ મનીષાએ થોડું કામ કર્યું. કામ પતી ગયું એટલે બંને બહાર આવ્યાં. વિનોદિનીબહેનના મનમાં તો થયું કે