ટ્રેન ઉપડયા પછી ખાસ્સી વાર સુધી કોઈ બોલ્યું નહિ. મનીષા બારીમાંથી બહાર તાકી રહી હતી. રસ્તા પરનો ટ્રાફિક, લાઈટોની ઝાકમઝાળ અને આવતાં જતાં માણસોને એ જોયા કરતી હતી. એણે નયને આપેલું પેકેટ થોડીવાર ખોળામાં રાખીને બાજુ પર મૂક્યું હતું. એના મનમાં એમ હતું કે સોનલ કદાચ એ પેકેટ ખોલશે. પરંતુ સોનલ તો ધ્યાનમાં સરકી ગઈ હોય એમ આંખો બંધ કરીને શાંત અને સ્થિર બેઠી હતી. થોડીવારે એણે આંખો ખોલી ત્યારે જાણે એની આંખ ખોલવાની જ રાહ જોઈ રહ્યા હોય એમ મનહરભાઈએ કહ્યું, “તમે બંને નીચેની સીટ પર સૂઈ જજો. અમે બંને ઉપરની બર્થ પર જતાં રહીએ છીએ.” સોનલ કંઈ બોલી