લીલો ઉજાસ - પ્રકરણ – ૧૨ - પુરુષ-ચિત્ત અને સ્ત્રી-ચિત્ત – દિવ્યેશ ત્રિવેદી

(17)
  • 3.3k
  • 1.6k

સોનલને આમ તાકી રહેલી જોઈને મનીષાએ ફરી વાર પૂછયું, “તું શેના પરથી કહે છે કે... કે... નયનને મારા માટે સોફ્ટ કૉર્નર છે? એણે તને કંઈ કહ્યું?” “ના, હું તો માનું છું કે, કદાચ એને પણ આવી ખબર નહિ હોય!” સોનલે સહેજ વિચારીને કહ્યું. “એટલે?" મનીષા વધુ ગૂંચવાતી હતી. “એટલે મારું આ તો ઓબ્ઝર્વેશન છે. કદાચ એના અચેતન મનમાં કોઈક લાગણી ઉદ્ભવી હશે, જેના વિષે એ પોતે પણ સભાન નહિ હોય...” “તો પછી તું શૂન્યમાંથી કેમ સર્જન કરે છે?” મનીષા ચિડાઈને બોલી. “મોનુ, બધું જ સર્જન શૂન્યમાંથી જ થતું હોય છે. જવા દે, એ વાત તને