પુનર્જન્મ - 15

(26)
  • 4.3k
  • 1
  • 2.7k

પુનર્જન્મ 15 છેલ્લા ચાર દિવસથી અનિકેત મોનિકાની દિનચર્યા પર ચાંપતી નજર રાખતો હતો. મોનિકાનો એક જ રૂટિન કાર્યક્રમ રહેતો હતો. ફક્ત શનિવાર તથા રવિવારે એ પ્રોગ્રામ અલગ રહેતો. જેનો એને અંદાઝ આવવો મુશ્કેલ હતો. આજે સાવંત એનો રિપોર્ટ આપવાનો હતો. સાંજના ચાર વાગ્યા હતા. મૈસુર કેફેમાં અનિકેત એની રાહ જોતો હતો. ચાર અને દસે એ આવ્યો. અને આવતાની સાથે જ એણે નાસ્તાનો ઓર્ડર આપ્યો. ' દોસ્ત , હું આવું એ પહેલાં તમારે નાસ્તો મંગાવી રાખવા નો. સાલું રેસ્ટોરન્ટમાં પગ મુકતાની સાથે જ જબ્બર ભૂખ લાગે છે.