પુનર્જન્મ - 14

(26)
  • 4.3k
  • 2
  • 2.7k

પુનર્જન્મ 14 વિશાલ સાવંત કોઈક સમયે કોઈ સામાન્ય ફિલ્મ મેગેઝીન માટે ફોટોગ્રાફરનું કામ કરતો હતો. કોઈ બાબતે કોઈની સાથે ટ્રાફીક બાબતે સામાન્ય ઝગડામાં મારામારી થઈ. અને સામેની વ્યક્તિની પહોંચના કારણે વાત વધી ગઈ. હિંસક હુમલો કરવાની સજા મળી. બે વર્ષની કેદ. અનિકેત મૈસુર કેફેમાં એની રાહ જોતો હતો. દસ વાગ્યાનો સમય આપ્યો હતો. હજુ દસમાં પાંચ મિનિટની વાર હતી. અનિકેતને વિશાલની મુલાકાત જેલમાં થઈ હતી. વિશાલે જેલ માંથી છૂટી એક નાનકડો સ્ટુડિયો ખોલ્યો હતો. પરંતુ ફિલ્મોનું વળગણ છૂટતું નહતું. એટલે એ ફિલ્મી પાર્ટીઓમાં ફોટા પાડી એક વેબસાઈટ