પૈસા અને નસીબ

  • 22.7k
  • 2
  • 7.5k

પૈસાદાર કેમ બનવું અને કેવી રીતે બની રેહવું તેના પર પુષ્કળ પુસ્તકો લખાયા, સેમિનારો થયા, સલાહો આપાય છે પરંતુ પૈસાદાર તરીકે ટકી રહેવાનો એક જ રસ્તો છે: કરકસર, શંકા અને અસુરક્ષિતતા નું મિશ્રણ. અને આ એક એવો વિષય છે જેમાં પૂરતી ચર્ચા થયેલ નથી. ચાલો બે શેરબઝાર રોકાણકારો વિશેની વાર્તાથી આ વિષયમાં વધુ જાણીયે. તેઓ બંને એકબીજાને જાણતા ન હતા, પરંતુ તેઓ બેય ને નસીબના વળાંક, સંજોગો અને પોતપોતાના નિર્ણયના આકલન ને કારણે પેદા થયેલી પરિસ્થિતિ ને કારણે સરખાવી જરૂર શકાય. જેસી લિવરમોર તેમના સમયનો સૌથી મોટો શેરબજારનો વેપારી હતો. 1877 માં જન્મેલ જેસી એ બહુ જ નાની ઉંમરે