અનંત સફરનાં સાથી - 39

(29)
  • 3.8k
  • 1
  • 1.5k

૩૯.ઢળતાં સુર્યની સંગાથે અમુક પ્રેમની ક્ષણો આજે આર્યનને ડિસ્ચાર્જ મળી ગયું હતું. બધાં એને ઘરે લઈ જવાની તૈયારી કરી રહ્યાં હતાં. શિવાંશ બધી ફોર્માલીટિ પૂરી કરીને આવ્યો એટલે રાધિકા અને આયશા શિવાંશને લઈને બહાર આવી. શિવાંશ ડ્રાઈવર સીટ પર ગોઠવાયો, રાધિકા એની બાજુની સીટમાં બેઠી અને આયશા આર્યન સાથે પાછળ બેઠી. શિવાંશની ગાડી અમદાવાદની પાક્કી સડક પર દોડવા લાગી. થોડીવારમાં બધાં ઘરે પહોંચી ગયાં. ગૌરીબેને આર્યનની નજર ઉતારીને એને ઘરમાં આવકાર્યો. મહાદેવભાઈએ આર્યન સાથે જે થયું એ છુપાવીને એનાં પરિવારને રાહી અને શિવાંશની સગાઈનો આમંત્રણ આપતો ફોન કરીને અમેરિકાથી અમદાવાદ આવવાં જાણ કરી દીધી હતી. આયશા આર્યનને એનાં રૂમમાં આરામ