પતિ પત્ની અને પ્રેત - ૩૬

(62)
  • 5.9k
  • 1
  • 2.8k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૩૬ બધાંની આશા ચિલ્વા ભગત સાથે ગુરૂ દીનાનાથ ઉપર હતી. રિલોકને ચિલ્વા ભગત પર પૂરો ભરોસો ન હતો. તે ગુરૂજીના આગમન પછી થોડો નિશ્ચિંત બન્યો હતો કે વિરેનને હવે બચાવી શકાશે. તેને જયના પાસેથી છોડાવી શકાશે. ગુરૂજીના આગમન પછી ચિલ્વા ભગત પણ ખુશ હતા. રેતાને બચાવવાના કાર્યમાં ગુરૂજીની મદદ મળશે એવો ચિલ્વા ભગતને ભરોસો હતો એનો રિલોકને અંદાજ આવ્યો હતો. જયનાને પડકારવામાં ગુરૂજીની મોટી મદદ મળવાની હતી. બંને જણ જ્યારથી ગયા ત્યારથી એમના માટે મોટી આશા રાખીને બેઠેલા જાગતીબેન અને રેતાને એ સાંભળીને સૌથી મોટો આંચકો લાગ્યો કે જેમના પર મદાર રાખીને બેઠા છે એ