મારા કાવ્યો - ભાગ 11

  • 4k
  • 1.5k

પ્રકાર:- કાવ્યો રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ઉગતો છોડ ઉગતો છોડ જુઓ પાર કરે વિઘ્નો કેટલાંય - માટી, પાણી, વરસાદ, ભૂકંપ, રેલ, દુકાળ... ને તોય મક્કમ મનોબળ એનું, નીકળે એની કૂંપળો હળવેથી!!! ન હારે હિંમત એ, ઉગે જોઈ આકાશ... આ જ શીખો જોઈને આ ઉગતો છોડ, ન હારવું ક્યારેય આવે પરિસ્થિતી ગમે તેવી!!! આવું જ છે એક નાનું બાળ, એ તો છે એક ઉગતો છોડ, જેવું સિંચન તેવો પાક!!! શીખવો એને માનવતાનાં પાઠ, એ તો છે એક ઉગતો છોડ... વળી જશે એ જેમ વાળશો એમ, થશે જ્યારે એક મજબૂત ઝાડ, નહીં વાળી શકો એને કરો પ્રયત્ન વારંવાર... બનશે એ ઝાડ