અશ્વમેધા - પ્રકરણ 5

(14)
  • 3.8k
  • 2
  • 1.7k

માધવને ગાયબ જોયો કે જાડેજા અને વસાવાનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. એ બંને એના વિશે વિચારવા લાગ્યા. એ ખૂબ ચિંતિત થઈ ગયા. જોકે આ વખતે ચિંતા જાડેજાને મેધા કરતા માધવની વધુ હતી. આ જોઈને તરત વસાવાએ કહ્યું, "સર, અહીં ઉભા રહેવાનો અને આ રૂમમાં કોઈ પુરાવો શોધવાનો કોઈ મતલબ નથી. વહેલી તકે અહીંથી પગ ઉપાડો અને ચલો મેધારાણીની હવેલીએ. મને ૧૦૦% ખાતરી છે કે માધવ આપણને ત્યાં જ મળશે." જાડેજાએ વસાવાની સામે જોયુ, આ વખતે વિરોધ કરવાની કે વસાવા સાથે ઝઘડવાની પરિસ્થિતિ એમની નહતી. એ માત્ર માધવની સલામતી માટે વિચારી રહ્યા હતા. એમણે વસાવા સાથે જવા માટે પોતાની