મોજીસ્તાન (20) "અથ કથાય અધ્યાય પહેલો.... નેમિસારણ્યમાં સુતપુરાણી આગળ હજારો ઋષિઓએ ભેગા થઈને ભગવાન શ્રી સત્યનારાયણની કથા સંભળાવા આજીજી કરી એટલે સુતપુરાણીએ કથા કહેવા માંડી." તખુભાની ડેલીમાં ગામ આખું કથા સાંભળવા ભેગું થયું હતું.બાબો એના જીવનની પહેલી કથા વાંચી રહ્યો હતો. તભાભાભા એ જોઈને ગૌરવ અનુભવતા હતા.બાબાનો ખાસ મિત્ર ટેમુ બાબાની બાજુમાં બેઠો હતો. જાદવો અને રઘલો બધાની સેવામાં હતા. હુકમચંદ, વજુશેઠ, રવજી-સવજી અને ગંભુ તથા માનસંગ પણ કથા સાંભળવા આવ્યા હતા. ડો.લાભુ રામાણી, ગામલોકો, આ બધા સજ્જનો સાથે બેઠા હતા. બાબાએ કથાનો પ્રવાહ આગળ વધાર્યો.... "ગરીબ કઠિયારાએ ભગવાનનું વ્રત કર્યું એટલે એના દુઃખો દૂર થયા. સાધુવાણિયાએ