મોજીસ્તાન (17) રઘલો ટેમુની દુકાને આવ્યો ત્યારે ભીમો અને ખેમો જાદવને પાટાપિંડી કરીને ઘરે લઈ ગયા હતા. ચેવડો અને પેંડાની રાહ જોઈ જોઈને થાકેલા તભાભાભા નગીનદાસની ખડકી પાસે હુકમચંદ સાથે જે ટેબ્લો પડ્યો હતો એમાં વ્યસ્ત હતા. બરાબર એ જ વખતે વીજળી ટેમુની દુકાને ખારી સીંગ લેવા આવી હતી. વીજળીને જોઈને ટેમુનું દિલ એની છાતીના પિંજરામાં જોર જોરથી ધડકી રહ્યું હતું અને એના પેટમાં ટાઢા શેરડા પડી રહ્યા હતા. છતાં આદત મુજબ એ દુકાનના થડા પર લાંબો થઈને કોઈ નવલકથા વાંચી રહ્યો હતો. "કેમ બહુ ચગ્યો છો હમણાં...? ઊંધો એકડોય આવડતો નથી પણ ભાઈશાબ ચોપડીમાં માથું ખોસીને બેઠા