મોજીસ્તાન - 12

(13)
  • 4.3k
  • 1
  • 1.8k

મોજીસ્તાન(12) જાદવ ત્રણ ગલોટિયાં ખાઈને એના પીળા ટીશર્ટ અને વાદળી જિન્સનો કલર ફેરવી ચૂક્યો હતો. બાબાના પરાક્રમને કારણે કાદવ, ધૂળ અને બજારમાં પડેલા નધણીયાતા પોદળાઓએ પણ જાદવના કપડાં પર ચોટવાનો લાભ જતો કર્યો નહોતો. એના બેઉ હાથ કોણી પાસે છોલાઈ ગયા હતા. ગોઠણ પણ લોહીલુહાણ થઈ જિન્સનું પેન્ટ ફાડીને બહાર નીકળ્યા હતા. કપાળમાં મોટું ઢીમચું ઉપસી આવ્યું અને નીચેનો હોઠ ચિરાઈ ગયો હતો. રવજીના ડેલા પાસે મચેલું આ રમખાણ જોઈ જે નવરા હતા એ બધા ત્યાં ટોળે વળ્યાં હતાં.બાબો શા માટે ભાગ્યો, જાદવો શા માટે એની પાછળ દોડ્યો...કેમ કરતા ભેંસના ગોથે ચડ્યો એ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા એ બધા