રાત - 8

(18)
  • 4.2k
  • 1
  • 1.8k

રાતનાં ત્રણ વાગ્યાં હતાં. આખી હવેલીમાં આંધરાનું સામ્રાજ્ય છવાયેલું હતું. જમીન ઉપર એક નાની ટાંચણી પણ પડે તો અવાજ આવે, એટલી શાંતિ હતી. બધાં પોતાનાં રૂમમાં સૂઈ રહ્યાં હતાં. અચાનક હવેલીમાં કોઈનાં ચાલવાનો અવાજ આવ્યો. કોઈ ધીમા અવાજે બોલ્યું, "શુ.........! ચાલવાનો અવાજ ન આવવો જોઈએ. કોઈ ઉઠી જશે તો મુસીબતમાં મૂકાઈ જશું." મોન્ટુ બોલ્યો, "રોહન! પણ આપણે આટલી રાત્રે ક્યાં જઇ રહ્યાં છીએ? આ અંધારું તો જો! મને ખૂબ ડર લાગે છે." રોહન બોલ્યો, "તું મુંગા મોઢે ચાલ મારી સાથે. મને ખોટાં પ્રશ્નો ન કર."