ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-2

(74)
  • 6.2k
  • 4
  • 3.3k

નોંધ-ડેશિંગ સુપરસ્ટાર ભલે વોન્ટેડ લવ..સાચા લવની શોધમાં ની સ્પિન ઓફ છે પણ આ એક તદ્દન નવી વાર્તા છે.જેમણે વોન્ટેડ લવ નથી વાંચી તે પણ આ કહાનીનો આનંદ લઇ શકશે.(હા ,વધુ રસપ્રદ બને તે માટે જો આપે વોન્ટેડ લવ ના વાંચી હોય તો જરૂર વાંચજો) પાત્રોની ઓળખ:- વિન્સેન્ટ ડિસૌઝા-એલ્વિસનો મેનેજર અને ખાસ દોસ્ત. રનબીર-એલ્વિસનો નવો ખાસ મિત્ર કાયના-એલ્વિસની બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમીની કોચ અને કિઆરાની પિતરાઇ બહેન. અકીરા-ન્યુકમર અને ટેલેન્ટેડ મોડેલ. ભાગ-૨ પોતાની આલિશાન વેનીટી વેનમાંથી ઉતરીને એલ્વિસ બહાર આવ્યો.એલ્વિસની સુચના મળતા જ અજય કુમાર અને અકીરા તૈયાર હતા.અજય કુમારના ચહેરા પર વિજયી સ્મિત હતું.તેણે અભિમાન સાથે એલ્વિસ સામે જોયું