સંઘડ ગામ નો બહાદુર આહીર યુવાન - હરભમભૂતો

  • 7.6k
  • 1
  • 2.3k

હરભમભૂતોજગતમાં જ્યાં જુઓ ત્યાં શક્તિ પૂજાય છે - શક્તિનાં પૂજનઅર્ચન થાય છે. બુદ્ધિની એક શક્તિ આખી દુનિયા પર રાજ ચલાવી શકે છે. પણ એ બુદ્ધિની શક્તિમાં સામર્થ્ય ભરનાર તો શરીરની શક્તિ જ છે. અશક્ત અને નિર્માલ્ય શરીરમાં બુદ્ધિની શક્તિ પ્રવેશ પણ કરી શકતી નથી. એટલે શારીરિક શક્તિ એ જ એક મહાશક્તિ છે.કચ્છની ધરતી પર શક્તિમાતાની સદા કૃપા રહી છે. આસમાની સુલતાની અનેક આફતોનો સામનો કરીને ખડતલ બનેલી કચ્છની ધરતી એ શક્તિની ધરતી છે.અરબ્બી સમુદ્રનાં ઊછળતાં મોજાં પર તરતા લાંબા વાંકા ટૂંબડાના આકાર વાળા કચ્છને જુગજુગથી સાગરરાજ પોતાનાં મીઠાં મધુર ગાન સંભળાવી રહ્યો છે. કચ્છ ભડેલા કોઈ યુગયુગના યોગીરાજ સમો કચ્છડો