અનંત સફરનાં સાથી - 38

(25)
  • 3.4k
  • 1
  • 1.5k

૩૮.એક ખોટો નિર્ણય રાહીનાં એ રીતે શિવાંશ સામે જોવાથી શિવાંશ એની પાસે આવ્યો. રાહી ફોન ઉપાડવાને બદલે શિવાંશ સામે જોઈ રહી હતી. આયશા એ બધું કિચનમાંથી જોઈ રહી હતી. એ દોડીને બહાર આવી. એણે તરત જ ફોન ઉપાડીને કાને લગાવ્યો."ફોટા જોઈને પણ શિવાંશ સાથે સંબંધ જોડવા તૈયાર થઈ ગઈ. થોડી ઉલટતપાસ કરવી જોઈતી હતી." સામે છેડેથી એક ભારે ભરખમ અવાજ આયશાનાં કાને પડ્યો. એ પછી એનાં મોંઢેથી એક જ બોલ ફૂટ્યો, "નાગજી અંકલ!" ત્યાં સુધીમાં તો સામે છેડેથી ફોન કપાઈ ગયો હતો."શું બોલી તું?" શિવાંશે આયશાનાં બંને ખંભા હચમચાવીને પૂછ્યું. આયશા કોઈ જવાબ આપ્યાં વગર જ ગેસ્ટ રૂમમાં જતી રહી. એણે