અર્જુનને ટ્રેનની આરામદાયક, શાંત મુસાફરી ખૂબજ ગમતી હતી પરંતુ આજે તે થોડો અવઢવમાં હતો કે ટ્રેનમાં મુસાફરી કરવાની છે તો પોતાની પત્ની સુમીરાને સાથે લઈ જવી કે ન લઈ જવી..!! પણ અહીં પોતે જ્યાં રહેતો હતો ત્યાં પણ તેને એકલી મૂકીને જઈ શકાય તેમ ન હતું. તેથી તેણે સુમીરાને પોતાની સાથે લઈને જ જવાનું વધુ પસંદ કર્યું. અર્જુનને બરોડામાં નોકરી મળી હતી તેથી તે પોતાની પત્ની સાથે બરોડામાં જ રહેતો હતો. તેના લગ્ન થયે બે વર્ષ થયાં હતાં. પત્ની સુમીરાને અત્યારે સારા દિવસો ચાલી રહ્યા હતાં અને નવમો મહિનો બેસી ગયો હતો. તેથી અર્જુનને તેની તબિયતની ચિંતા સતાવતી હતી. માતા-પિતા