સ્ત્રી સંઘર્ષ...ભાગ 13

(11)
  • 4.6k
  • 1.8k

સહાપુર એક અંતરિયાળ ગામ છે ગામની વસ્તી બહુ વધારે નથી ત્યાંના લોકો વ્યવસાયે ખેતી કરે છે અને તેમનું જીવન સુખમય છે. અહીં પ્રાથમિક શિક્ષણ માટે માત્ર એક જ શાળા ઉપર સહારો છે.. જેની પરિસ્થિતિ પણ વધુ સારી નથી કોઈ શહેરી શિક્ષક તો વધુ સમય અહીં ટકી શકે નહીં પરંતુ રાજીવ નો પરિવાર અહીં ખૂબ જ ખુશ છે. ગામમાં રાજીવ નું ખુબ જ માન છે. જેનો શ્રેય માત્ર રાજીવે કરેલી મહેનતને જાય છે. જ્યારે તે પ્રથમ અહીં આવ્યો ત્યારે તો માત્ર બે જ શિક્ષકો શાળા માં હતા. બાળકો પણ વધુ શાળાએ આવતા ન હતા . ગરીબીને કારણે