સાયન્સ v s સ્યૂડોસાયન્સ

  • 5.4k
  • 2.1k

થોડા સમય પહેલાં જ અમેરિકાના વૈજ્ઞાનિક જ્હોન ફેરાડે અને એમની ટીમે એક રિસર્ચ કર્યું. એ રિસર્ચના તારણ મુજબ સેંથામાં સિંદૂરમાં નાંખવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે! જી હા, સિંદૂરમાં હળદર, ચૂનો અને પારા જેવી ધાતુઓનું મિશ્રણ હોય છે. એના લીધે શરીરમાં દબાણ પણ ઓછું થાય છે અને તણાવમાંથી પણ મુક્તિ મળે છે. અરે! એક મિનિટ! એની પહેલાં કે તમે કોઈને આ સિંદૂરજ્ઞાન આપો, જણાવી દઉં કે આ સ્યુડો સાયન્સ છે, ફેક ન્યૂઝ છે! જી હા, મિત્રો આજકાલ વ્હોટ્સઍપ યુનિવર્સિટીમાં આ પ્રકારના સ્યુડો સાયન્સનો જાણે એક આખો અભાસક્રમ ચાલી રહ્યો