"મારા જ નસીબમાં આ અભાગણી વહુ લખાણી! પહેલે ખોળે જ પથરો જણીને બેઠી, " ઉષાબા મંજુબા પાસે બળાપો કરતાં હતાં. "હજી ક્યાં ટાણું વયું ગ્યું છે? કાલ સવારે દીકરો જણી દેશે, ઘડીક ધરપત તો રાખો."મંજુબાએ જવાબ આપ્યો."અરે પણ આ પાણો પેટ પાક્યો એનું શું કરવું?"એને વરાવા/પૈણાવાનો ખર્ચો નહીં થાય? વળી એને બે ચોપડી ભણાવવી ય પડશે ને!""છોડી એનું ભાગ્ય લઈને જ આવી હોય, નાહક ચિંતા શું કરો છો?" મંજુબા ઘણું શાંતિથી સમજાવી રહ્યા હતાં, પણ ઉષાબાનું મન તો ક્યાંક બીજા રસ્તે જ ચાલી રહ્યું હતું. પોતાની વહુ આરતીએ દીકરીને જન્મ આપ્યો એ વાતે એ જરાય