રાજકારણની રાણી - ૫૬

(56)
  • 4.8k
  • 3
  • 2.7k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૬સુજાતાબેન કઇ બાબતે ચર્ચા થવાની છે એ અંગે સ્પષ્ટ ના બોલ્યા એ પરથી જનાર્દનને શંકા ઉપજી. તે પોતાની મર્યાદા જાણતો હતો. અને અત્યારની પ્રવાહી રાજકીય સ્થિતિમાં ઘણી એવી વાતો હોય છે જેના વિશે બોલવામાં તેમની પ્રતિષ્ઠાને આંચ આવી શકે. એ સાચું કહે તો પણ જ્યારે એ કામ ના થાય કે એમણે કહ્યું હોય એમ ના બને ત્યારે કોઇને તેમના વિશેનો પ્રતિભાવ બદલવાની નોબત આવી શકે. જનાર્દનને થયું કે સુજાતાબેન સમજી વિચારીને પગલાં ભરી રહ્યાં હશે. એક નાનકડી વાત તેમની યોજના બગાડી શકે એમ હતી. કઇ વાત પહેલાં કહેવી અને કઇ પછી એની વિવેકબુધ્ધિ એમની