Unnatural ઇશ્ક - ૧

  • 3.2k
  • 1.5k

પ્રકરણ -૧/એક સરરરરરરર..... સરતી જતી બુલેટ ટ્રેનના ઇકોનોમી કોચમાં બેઠેલા રવિશની સ્માર્ટવૉચમાંથી બીપ....બીપ...નો અવાજ આવતા રવિશે વોચનું બટન પ્રેસ કરી મેસેજ વાંચ્યો ત્યારે એને યાદ આવ્યું કે આજે એણે રિમાઇન્ડર સેટ કર્યું હતું જે એને યાદ અપાવી રહ્યું હતું કે યુનિટેક ટેકનોલોજીના મેનેજીંગ ડાયરેકટર સાથે સાંજે પાંચ વાગે એની મિટિંગ ગોઠવેલી હતી, એણે વૉચમાં જોયું તો સમય હતો બપોરના ૩-૩૫ નો. એપ્રિલ મહિનાની બપોર હતી એણે ટ્રેનની વિન્ડોમાંથી બહાર જોયું તો ટ્રેન સી-લિંક બ્રિજ ક્રોસ કરી રહી હતી. એણે ફરીથી સ્માર્ટવૉચનું બટન પ્રેસ કર્યું અને બ્રિફકેસ ખોલી, બ્રિફકેસની અંદરની બાજુની ઉપરની સાઈડ એક સ્ક્રીન ઓપન થઈ અને રવિશે બનાવેલું પ્રેઝન્ટેશન