આજે વાત કરવી છે દક્ષિણ અમેરિકામાં આવેલા એક ટચૂકડા દેશ ક્યૂબાની. દુનિયાનો નકશો ખોલીને બેસો તો આ દેશને સરખી રીતે જોવા માટે બિલોરી કાચની મદદ લેવી પડે એવો આ ટચૂકડો દેશ આજે વેક્સિન બાબતમાં પોતાની આત્મનિર્ભરતા માટે ચર્ચામાં છે. તો છેલ્લા કેટલાય દાયકાઓથી એ જગત જમાદાર અમેરિકાની સામે બાંયો ચડાવીને એની જ પાડોસમાં અડીખમ ઊભો છે. આમ તો કેટલાય વિકસિત દેશોએ પોતાની વેક્સિન બનાવી જ છે પણ ગરીબ દેશો માટે પોતાની વેક્સિન બનાવવી એટલે લોઢાના ચણા ચાવવા બરાબર ગણાય! અહીં ક્યૂબા પર તો અમેરિકાએ કેટલાક વ્યાપારીક પ્રતિબંધો પણ મૂક્યા છે. એમાં દવાઓ, સ્વાસ્થ્ય સાધનો