21 મેં ઘડિયાળમાં જોઈ તરત જ વખત ગુમાવ્યા વગર વકીલને કીધું કે મારે બીજે વકીલાત કરવા જવાની છે. પુણ્યનું કામ છે. ઈ બાપાને લઈને ગામ પહોંચે. એની બાઈક મને આપે. થાય એટલા જલ્દી રાજકોટ પહોંચવું છે. એ કહે કેટલા વાગે? મેં કીધું આમ તો ચાર વાગે. એ કહે 'નોટ પોસીબલ. ઉડતા જાઓ તો ય નહીં.' મેં કીધું બાઇકની ચિંતા નહીં કરતા. હું તો સાચવીને પણ બંદૂકની ગોળીની જેમ લઈશ. બસ સ્પીડમાં હાંકી છે એમ આ બાઇક. એક સેકંડ બગાડ્યા વગર મેં બહાર પેટ્રોલ પંપે ટાંકી ફૂલ કરાવી. ભીડભંજન મહાદેવ બંધ હતા. બહારથી હોર્ન મારી હાથ જોડી આભાર માન્યો અને લાલબંગલા,