પૈડાં ફરતાં રહે - 20

  • 2.9k
  • 1
  • 1.1k

20 પહેલાં આશ્રમની બહાર બોર્ડ લાગ્યું કે બાપજીના દર્શને વિદેશથી ભક્તો આવ્યા છે અને ક્વોરન્ટાઇનમાં છે એટલે આશ્રમ બંધ છે. ત્યાં દેવશીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો કે કોઈએ મોઢાં ઉપર બોથડ પદાર્થ મારી છૂંદીને હત્યા કરી છે. નજીકથી બાપજીની પછેડી મળી. લોહીવાળો પથરો એટલામાં જ હતો. એના ઉપર ફિંગરપ્રિન્ટ બાપજીનાં! કોઈ ભક્ત ઉપર આ કામ છોડેલું નહીં. વા વાત લઈ ગઈ. લોકોનાં ટોળાં ભેગાં થઈ ગયાં. સહુ 'હોય નહીં' કહેતા બાપજી પર તિરસ્કાર વહાવી રહ્યા. પોલીસે બાપજીની આખરે ધરપકડ કરી. ગામ વચ્ચેથી ખુલ્લી પોલીસ જીપમાં બાપજીને હાથકડી પહેરાવી લઈ ગયા. કહે છે બાપજી ખૂબ ગુસ્સામાં હતા. અમને, ખાસ તો મને રૌરવ