પૈડાં ફરતાં રહે - 18

  • 2.5k
  • 1
  • 910

18 બીજે દિવસે મારો પ્રોગ્રામ નક્કી હતો. સવારે નિરાંતે 7.30 વાગે ઉપડી જૂનાગઢ જઈ ત્યાંથી બસમાં માધવપુર ઘેડના રસ્તે પોરબંદર જવાનું અને ત્યાંથી રાજકોટ. વહેલા ઉઠીને લીમડાના ઝાડની તાજી ડાળી કાપી દાતણ કર્યું. કંડક્ટરે વળી હોઠથી હસીને દાતણ માટે હાથ લંબાવ્યો. મેં મારી લાંબી ડાળીમાંથી એક ટુકડો કાપી આપ્યો. એણે દાતણ પણ ચૂપચાપ કર્યું. તલાલા બસસ્ટેન્ડનાં પ્લેટફોર્મ પાસે મફત પાણીની બંધ કેબિન હતી. આમ તો પબ્લિકની સેવામાં આઠ વાગ્યે ખુલી જાય. અત્યારે તો કોઈ પાણી ભરતું હોવું જોઈએ. પણ આવાં નાનાં સ્ટોપ પર, અને હવે તો મોટાં સ્ટોપ પર પણ એ કેબીનો બંધ રાખી નજીકમાં જ એલ્યુમિનિયમનાં પડખાં વાળી લારીમાં