પ્રકરણ - ૭૭ કર્તવ્ય અને શ્લોકા લગભગ પંદર વીસ મિનિટ પછી બંને સાથે બહાર આવ્યાં એટલે બધાને મનમાં એ નક્કી થઈ ગયું કે એ લોકોની હા જ છે. પણ એમનાં આશ્ચર્ય વચ્ચે શ્લોકા અને કર્તવ્ય બંનેએ એમને સહજતાથી કહ્યું, " અમને આ સંબંધ પસંદ નથી." બંનેએ ના કહી એટલે વધારે કંઈ પૂછવા કે કરવાનો કોઈ સવાલ નહોતો. કદાચ કોઈ સંબંધ બગાડવાનો પણ એવો પ્રશ્ન નથી. શિલ્પાબેન :" કોઈ ખાસ કારણ? મને એવું કંઈ લાગતું નથી બાહ્ય રીતે કે તમને પસંદ ન પડે. બાકી તમારી ના હોય તો કોઈ સવાલ જ નથી." શ્લોકા જ બોલી, " અમે બંને સાથે રહી શકીએ