પ્રકરણ - ૭૬ કદાચ આ રાત્રિ પસાર કરવી સોના અને ઉત્સવ માટે બહું વધારે અઘરી બની રહી છે. ઉત્સવ આખી રાત પડખાં ફેરવતો શું કરવું એ વિચારમાં સૂઈ ન શક્યો. આધ્યાની પણ કંઈ આવી જ સ્થિતિ છે પણ એ સાથે કદાચ હવે એનું એક ઉજ્જવળ ભવિષ્ય પણ છે. ભલે એનો ભૂતકાળ એની સાથે છે પણ કદાચ પૈસાની તાકાત એ બધું બદલાવી પણ શકે છે એ પણ એને ખબર છે. પણ સાથે કર્તવ્યનો એ સાથ કદાચ એને લાગે છે કે કદાચ હવે એ જીવનભર કર્તવ્ય સિવાય કોઈને સાચો પ્રેમ નહીં કરી શકે. એનું મન પણ આખરે એની મમ્મી શ્વેતા જેવું જ