આપણે પ્રકરણ-29 માં જોયું કે, અપેક્ષા ખૂબજ દુઃખી હતી અને તેને ઈશાને શાંત પાડી અને પ્રેમથી સમજાવી કે ભૂતકાળને ભૂલી જવામાં અને વર્તમાનમાં જીવવામાં જ આપણી ભલાઈ છે અને જો આપણો વર્તમાન સારો હશે તો ભવિષ્ય તો ઉજ્જવળ જ બનશે અને આમ અપેક્ષાને પોતાના વર્તમાનમાં જીવવા માટે તૈયાર કરી. ત્યારબાદ અપેક્ષા પોતાના દુઃખમાંથી બહાર આવી શકે માટે તેને પોતાની સાથે બહાર ફરવા લઈ જવા માટે તૈયાર કરી. રેડ ટી-શર્ટ અને બ્લુ શોર્ટ્સ પહેરીને, ખુલ્લા વાળ રાખીને અપેક્ષા તૈયાર થઈને બહાર આવી એટલે ઈશાન તરત જ બોલી ઉઠ્યો, ઑહ, બ્યુટીફુલ માય ડિયર. ઈશાને અપેક્ષાનો હાથ પોતાના હાથમાં લીધો અને નીકળવા