આગળના ભાગમાં અનન્યાની મદદથી પોલીસે બરફની ફેક્ટરીમાં છાપો માર્યો, રાકેશ ના દેખાતા તે ગુસ્સે થઈ, બરફની લાદી અસ્ત વ્યસ્ત કરવા લાગી, તેમાંની એક લાદીમાંથી મરિયમને ડેથ બોડી મળી, આ જોઈ ઝંખનાએ ચીસ પાડી, અવાજ સંભળાતા, ત્યાંના વર્કરોએ તેમને પકડી લીધા. પોલીસના છાપાથી અજાણ તેઓને પોલીસે પકડી લીધા, એમાંથી એક વર્કર નજર છુપાવી માઇકલને છાપાની જાણ કરી, પણ ગઢવી સાહેબે તેને પકડી લીધો.. તેની પાસે મળેલી માહિતીથી માઈકલ અને રમેશ સર પકડાઈ જાય છે, ભારે આક્રંદ સાથે અનન્યા પોલીસ સ્ટેશન પોતાનો બદલો લેવા જાય છે, અમિતની મદદથી માઈકલ અને રમેશને ડરાવી પોતાનો ગુનો કબૂલ કરાવે છે, ફક્ત પાંચ મિનિટ હતી, એક