લીલો ઉજાસ - પ્રકરણ – ૧૧ – ‘ફ્રિજિડીટી’ – મનીષાની માનસિક સમસ્યા? – દિવ્યેશ ત્રિવેદી

(16)
  • 3.3k
  • 1.6k

બારણું બંધ કરીને મનીષા સોનલ સામે ગોઠવાઈ ગઈ. સોનલે ઊંડો શ્વાસ લઈને કહ્યું, “મોનુ, મારા સવાલનો એકદમ ઓનેસ્ટ - એકદમ પ્રામાણિક જવાબ આપજે. હું આ સવાલ તને કારણ વગર પૂછતી નથી. તું સાચો જવાબ નહિ આપે તો મારા મનમાં મૂંઝવણ વધશે. એટલે ફરીવાર તને કહું છું કે, સાચો અને પ્રામાણિક જવાબ આપજે.” “બહુ ભૂમિકા બાંધ્યા વગર સીધું પૂછી નાંખ ને!” મનીષાએ અકળામણના ભાવ ચહેરા પર લાવીને કહ્યું. “મોનુ, સાચું કહે, તું ઉદયને ખરેખર પ્રેમ કરતી હતી ખરી?" સોનલે સીધો જ સવાલ કર્યો. “હા.” મનીષાએ એકાક્ષરી જવાબ આપ્યો. “આટલા જવાબથી મને સંતોષ નથી. સારું