લીલો ઉજાસ - પ્રકરણ – ૧૦ લગ્ન થયા હોવા છતાં બંને કુંવારા? – દિવ્યેશ ત્રિવેદી

(20)
  • 3.3k
  • 1.4k

સોનલ અને એની ટુકડી સૂરસાગરનું ચક્કર લગાવીને આવી ત્યારે લગભગ સાડા છ થઈ ગયા હતા. મનહરભાઈ અને જનાર્દનભાઈ પણ આવી ગયા હતા. સરોજબહેન અને જ્યોતિબહેનની ગોષ્ઠિ પણ પૂરી થઈ ગઈ હતી. પિનાકીનભાઈ એક બાંકડા પર મનહરભાઈ અને જનાર્દનભાઈની સાથે આવીને બેઠા હતા. સોનલે જોયું કે સરોજબહેન મનીષાને પગથી માથા સુધી જોઈ રહ્યાં હતાં. એમની નજર આજે જુદી લાગતી હતી. એ મનીષાના વ્યક્તિત્વમાં જાણે કશુંક માપવા મથી રહ્યાં હતાં. સોનલને તરત સમજાઈ ગયું કે એમની નજર પર જ્યોતિબહેને કરેલી વાતનો જ પ્રભાવ હતો. એના મનમાં સવાલ થતો હતો કે જ્યોતિબહેને એવું તે શું કહ્યું હશે કે જેથી સરોજબહેનની નજર બદલાઈ