તપતો ચૈત્ર અને કોરોના

  • 3.6k
  • 1.1k

" તપતો ચૈત્ર અને કોરોના " તપતા ચૈત્રની ગરમીમાં રાજવી એસીની ઠંડક વગર જાણે તરફડીયા મારી રહી હતી. પીપીઈ કીટમાં સજ્જ દર્દીની સારવાર કરી રહેલા ડોક્ટરો, નર્સો તેને એક સમાન ભૂતનાં ઓળા સરખા ભાસી રહયાં હતાં. ઉનાળાની કાળઝાળ ગરમી અને તેનાં શરીરનું વધતું તાપમાન એકબીજાની હોડમાં ઉતર્યા હતાં. કફથી ભરાયેલી છાતી ધમણની જેમ ઉછાળા મારી રહી હતી, ઓકસીજન માસ્કથી ઢંકાયેલા તેનાં નસકોરાં શ્વાસ લેવા બમણા જોરથી કામે ચડી ગયા હતાં. રાજવીને લાગી રહયું હતું જાણે હમણાં તેનાં શ્વાસ ખુટી પડશે. હમણાં જ તે મૃત્યુની આગોશમાં સમાઈ જશે, પણ પોતાની દશ વર્ષની ઢીંગલી પીયુ