એક બાળક જન્મે ત્યારે એની લંબાઈ લગભગ 50 સેમી અને માતાની લગભગ 150, 160 સેમી હોય છે. એટલે બાળક કરતા માતા લગભગ 3 ગણી ઊંચી હોય છે. એ વખતે બાળક માની તદ્દન બાજુમાં સુવે તો માના સ્તનથી લઈ એની કમર સુધીમાં આખું સમાઈ જાય. હું પણ મારી મા ની કૈંક આવી જ કલ્પના કરું છું. મારી ઊંચાઈ લગભગ 6 ફૂટ છે. તો એની ઊંચાઈ હું 18 ફૂટ કલ્પુ છું. મારે પણ એના બંને સ્તનની હૂંફાળી અને ભીની કોમળતા પર માથું રાખી એની કમ્મર સુધી સમાઈ જવું છે. મારી એ જગતની મા સમાન મા, જેને મે બસ કલ્પનામાં જ જોઈ છે.