મનસ્વી (એક રહસ્ય) - ભાગ - ૯

  • 2.9k
  • 1k

મોક્ષ અને તેના મિત્રો ,શાહી સિતારાની રોશની માં ગુફાનું નિરીક્ષણ કરી રહ્યા હતા.આગળ વધતા અલગ અલગ ચિત્રો હતા .જે રહસ્ય ને વધારે ગૂઢ બનાવી રહ્યા હતા.ચિત્રો જોતા જોતા શ્યામ આગળ નીકળી ગયો.સામે નું દ્ર્શ્ય જોઈ શ્યામના મોઢા માંથી ચીસ નીકળી ગઈ.."અહિ આવો બધા, અહીંયા જુઓ."શ્યામ બધાનું ધ્યાન એ તરફ દોરતાં બોલ્યો. "શું છે ત્યાં"મોક્ષ આંખોને ઝીણી કરતા બોલ્યો." બાપરે!!આવળી મોટી ખાઈ અને તેમાં પાણી,અને લાવા બન્ને એક સાથે ભેગુ છે.આવું દ્રશ્ય તો કલ્પના બહાર નું છે.યાર " નકુલ, શ્યામ પાસે આવીને જોતા બોલ્યો. "આ શું!!નદીમાં પાણી છે.કે પછી પાણી માં લાવા બધું ભેગું થઈ