પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૩૫ગૂરૂ દીનાનાથને રેતાના મંગળસૂત્ર પર અંગ્રેજી અક્ષરમાં નામ વાંચી નવાઇ લાગી હતી. તેમને અંગ્રેજી આવડતું ન હતું. તેમણે રેતાને લખાણ વિશે પૂછ્યું એટલે રેતાએ તરત જ ખુલાસો કર્યો:"ગુરૂજી, એ મારા પતિ 'વિરેન' નું નામ છે.""અચ્છા.." કહી એ કંઇક વિચારવા લાગ્યા. અને સહેજ ગંભીર થઇને બોલ્યા:"વિરેનની રાશિના ગ્રહો અત્યારે સારા નથી. તેના જીવન પર ખતરો મંડરાયેલો છે. આપણે એને બચાવવા ઝડપથી કંઇક કરવું પડશે..."ગુરૂ દીનાનાથની વાત સાંભળી બધા કરતાં રેતાના દિલની ધડકન ડરથી વધી ગઇ:"ગુરૂજી, તમે શક્તિશાળી છો. વિરેનને બચાવવા કોઇ ઉપાય કરો...""રેતા, તું નિરાશ કે હતાશ ના થઇશ. ગુરૂજીએ આવા કંઇ કેટલાયે ભૂત અને પ્રેતને