લવ બાઇટ્સ - પ્રકરણ-52

(113)
  • 6.2k
  • 2
  • 3.9k

લવ બાઇટ્સપ્રકરણ-52 સ્તુતિ સ્તવનની ઓફીસમાં એની સાથે પ્રોજેક્ટ સમજી રહી હતી સાથે સાથે સ્તવનને એનાં જીવનનાં અંગત પ્રશ્ન પૂછી રહી હતી બંન્ને જણાં પ્રથમવાર સામસામે એક કારણથી ભેંગા થયાં હતાં. સ્તવને જાણ્યુ કે સ્તુતિ અગોચર વિદ્યા ભણી રહી છે એણે કહ્યું મારે એક પ્રશ્નનું સમાધાન મેળવવુ છે અને એની નજર સ્તુતિનાં ગળા ઉપર પડી એણે પૂછ્યું આ ગળામાં લાખુ છે ? સ્તુતિની આંખમાંથી અશ્રુધારા વહેવા માંડી એણે અચાનક સ્તવનનો હાથ પકડીને ત્યાં નિશાને મૂક્યો અને સ્તવનને આખા શરીરમા ઝનઝનાટી વ્યાપી ગઇ એની આંખમાં આંસુ તગતગી ગયાં એણે પૂછ્યું ક્યારથી આવું સહન કરી રહી છે ? આ ઘા તો રૂઝાયા નથી