તૃપ્તિ - 7

(19)
  • 4.7k
  • 1
  • 1.7k

ગામ ના લોકો ડરતા ડરતા મીરાંની પાછળ પાછળ જઈ રહ્યા છે.ગામના પ્રવેશ દ્વાર પાસે આવી મીરાં વડલા પાસે આવી ઉભી રહે છે. વડ ની વડવાઈ માં અધમરેલ લટકેલા રતિભાઈ ને જોઈ બધા અંદરોઅંદર વાતો કરી રહ્યા છે. કોઈ કે બચાવો આ ભાઈ ને કોઈ કે ચાલો ચાલો પાછા ઘરે..ત્યાંજ જાણે ચાંદની પથરાઈ રહી હોય એમ તૃપ્તિ વડલાના થડમાંથી બહાર આવે છે. રોશનીને લીધે તેનું મુખ બરાબર દેખાતું નથી.પણ બધા આ જોઈ ભાગદોડ કરવા લાગે છે.. મીરાં તેમને રોકે છે પણ કોઈ રોકાતું નથી. અચાનક ભયાનક ઘાટો અવાજ આવે છે...ઉભા રહો, ક્યાં જાઓ છો, અન્યાય કરવાની હિંમત છે તો અન્યાયને જોવાની