રતિભાઈ અને તેમના સાથી આરામ કરે છે. બીજે દિવસે ઉઠીને ફ્રેશ થઇ બધા બેઠા છે. ત્યાં જ રતિભાઈ પોતાના સાથીઓ ને કહે છે કે ચાલો આપણે આ કામ બને એટલું જલ્દી પતાવી નાખવાનું છે.. અને બધા ઉભા થઇ ખોદકામ શરૂ કરે છે. ધ્રુવ,અભિ અને મીરાં ગામમાં ભેખડ પર આવેલ મંદિર દર્શન માટે જાય છે. આ બાજુ ચોક માં ખોદકામ કરતા કરતા રતિભાઈ નો એક સાથી પાણી લેવા રસોડા માં જાય છે. ત્યાં જ બારણું ખખડે છે. ટિફિનવારા બેન હશે એવુ વિચારી સુરંગ ઢાંકી દે છે અને ડેલા તરફ આગળ વધે છે ત્યાં જ હવાનું બવંદર આવી