દાર્જલિંગ ચા પોલીસ અને ‘ગોવિંદભોગ ચોખા પોલીસ

  • 6k
  • 1
  • 1.8k

સ્વિત્ઝર્લેન્ડમાં બર્ન શહેરની આસપાસ આવેલ એમેન્ટલ ખીણની આસપાસની ડેરીઓમાં ઉત્પાદિત થતા વિશ્વવિખ્યાત ચીઝ ને એમન્ટમેલ્મેન્ટલ ચીઝ તરીકે ઓળખવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં અને અન્યત્ર પણ આ ચીઝ ની સામાન્ય ઓળખ "સ્વિસ ચીઝ" તરીકેની જ છે. વિશ્વ બજારમાં જેમ રત્નાગીરી હાફૂસ કે ફ્રેન્ચ શેમ્પેઇનની ખાસ પ્રાદેશિક ઓળખ છે તેમ જ ફક્ત એમેન્ટલ ખીણ ની આસપાસ ઉત્પાદિત થતા ચીઝ ને જ 'સ્વિસ ચીઝ' તરીકે ઓળખવામાં આવે છે. અને આ લેબલ ચીઝ ના અસરકારક માર્કેટિંગ માટે જરૂરી પણ છે. ગમે તે બીજા પ્રકારના બનાવટી ચીઝ પર "સ્વિસ ચીઝ" નું લેબલ લગાડી દેવાથી કે પેકેટ્સ પર એવી ઓળખ આપી દેવાથી ઘણા લેભાગુ ઉત્પાદકોને હલકા