વાનગીમાં પગેરું - 3 (સંપૂર્ણ)

  • 4.5k
  • 1.7k

“માફ કરજો હું વગર આમંત્રણે તમારી મહેમાનગતી માણવા આવ્યો છું ”, ઘેરો ખરજ નો એ અવાજ બાજુના ખૂણાના ટેબલ ઉપર ચિકન સેન્ડવીચ ખાઈ રહેલા સરદારજીનો હતો. “શું તમને વાંધો ન હોય તો તમારી સાથે વાતચીતમાં જોડાઈ શકું?”“જી બોલો?” એસીપીએ થોડા અણગમા સાથે કહ્યું.સરદારજી એ એસીપીના આશ્ચર્ય અને અણગમાને આમંત્રણ માની લીધું અને બાજુમાંથી ત્રીજી ખુરશી ખેંચીને દયા અને એસીપીની વચ્ચે જ બેઠો. “હેમા એવું કરે નહિ. હેમા માલિની એ અંડા રોલ માં ઝેર નાખે એવી છે જ નહિ.અને એ પોતે પોતાના હાથે જ એ ખાસ વાનગી બનાવે છે. કાકે દા ઢાબા એ ઘરઘરાઉ જેમ જ ચાલતું એક નાનકડું રેસ્ટોરન્ટ છે.