નમસ્કાર! આજે હું આપ સમક્ષ એક હૃદયને સ્પર્શતી વાર્તા લખવા જઇ રહ્યો છું. વાર્તાનો અંત આપને વિચારતા કરી મુકશે. ઘણા દિવસો સુધી વિચાર્યા પછી આ હૃદયસ્પર્શી વાર્તા લખી છે. એકાંત ચિત્ત થી વાંચશો. આભાર! "જેલના કેદીની મુલાકાત"હાશ! આજે મારી કોલેજનો છેલ્લો દિવસ હતો અને હું હમણાં જ TATA ની કંપનીમાં ઇન્ટરવ્યૂ આપીને આવ્યો હતો અને સદનસીબે મને જોબ લાગી ગઈ હતી. હવે ભણવાનું પૂરું અને મારી જિંદગીની નવી સફર શરૂ થવા જઈ રહી હતી. ૧ મહિના પછી મારે જોબ પર જવાનું હતું તેથી મેં મારી સાથે કોલેજમાં ભણતી પલક સાથે બહાર કશે જવાનું નક્કી કર્યું. અમે બન્ને કોલેજમાં