ગંધર્વ-વિવાહ. - 2

(155)
  • 11k
  • 10
  • 5.9k

પ્રવીણ પીઠડીયા.                 બપોર પછીનું વાતાવરણ સાવ અન-અપેક્ષિત રીતે ઓચિંતુ જ બદલાયું હતું. ધોમધખતા તડકામાં કોણ જાણે ક્યાંથી અચાનક કાળા ડિબાંગ વાદળોનો સમુહ આકાશમાં ઉમટી પડયો. હજું હમણાં જ તો સૂર્યની ગરમીથી આ ધરા ત્રાહીમામ પોકારી રહી હતી અને જોત-જોતામાં બિહામણાં અસૂરી વાદળોએ સમગ્ર ગગનને પોતાની ગિરફ્તમાં જકડી લીધું હતું. માત્ર ગણતરીની મિનિટોમાં એ ખેલ ભજવાયો હતો. અંકુશ રાજડા અને વનો સોલંકી વાતાવરણમાં થયેલા અજીબ ફેરફારને નિહાળવા ચોકીની બહાર દોડી આવ્યાં.                  “સાહેબ, લાગે છે કે આજે કશુંક અશુભ થવાનું છે.” વના સોલંકીને આકાશ તરફ તાકતા